J&K: પુલવામામાં આતંકી અથડામણમાં 3 આતંકીઓ ઠાર, જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. 24 કલાકમાં આ બીજુ એન્કાઉન્ટર શરૂ થયું છે. સેનાના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના પુલવામાના જદૂરા ગામમાં સુરક્ષાદળોએ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. 24 કલાકમાં આ બીજુ એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું છે. સેનાના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના પુલવામાના જદૂરા ગામમાં સુરક્ષાદળોએ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે.
Unlock 4.0: 1 સપ્ટેમ્બરથી થશે આ 4 મોટા ફેરફાર!, ખાસ જાણો
#UPDATE: One soldier who was critically injured has succumbed to his injuries in an encounter that started last night in Zadoora area of Pulwama. Joint operation in progress: PRO Defence, Srinagar https://t.co/dX8P0q1ltT
— ANI (@ANI) August 29, 2020
શ્રીનગર ડિફેન્સ પીઆરઓના જણાવ્યાં મુજબ આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. પોલીસના જણાવ્યાં મુજબ પુલવામાના જદૂરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષાદળો હાલ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યાં છે. આ અગાઉ શુક્રવારે પણ કાશ્મીરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 4 આતંકીઓ માર્યા ગયા હતાં. જ્યારે એક આતંકીએ સરન્ડર કર્યું હતું.
માર્યા ગયેલા આતંકીઓમાં એક શકૂર પાર્રે જમ્મુ અને કાશ્મીર પોલીસનો પૂર્વ જવાન અને અલ બદ્ર સંગઠનનો જિલ્લા કમાન્ડર હતો. સુરક્ષાદળોએ જિલ્લાના કિલૂરા વિસ્તારમાં આતંકી હોવાની બાતમી મળતા ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે